દિયોદરમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાશે..બનાસકાંઠા જિલ્લાના દિયોદરની વી.કે.વાઘેલા હાઇસ્કૂલમાં સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવશે. આગામી 15 મી ઓગસ્ટની ઉજવણીને અનુલક્ષી પાલનપુર કલેકટર કચેરીમાં કલેકટર વરૂણ બરનવાલના અધ્યક્ષસ્થાને બુધવારે અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કાર્યક્રમના સ્થળે ધ્વજવંદન સ્થળે બેઠક વ્યવસ્થા અને સુશોભન, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, એન.સી.સી. સ્કાઉટ, તાલુકામાં સજાવટ, રોશની અને શણગાર, વૃક્ષારોપણ, વિશિષ્ટ કામીગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી....