હાલોલ શહેર સ્વામિનારાયણ પોલીસ ચોકીસ નજીક આવેલ કુમાર શાળા ખાતે હાલોલ લાયન્સ ક્લબ સનરાઈઝ દ્વારા પર્યાવરણનું જતન કરવાની નેમ સાથે અને પર્યાવરણને વધુ વિકસિત કરી બાળ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ પર્યાવરણની જાળવણીના મૂલ્યો નું સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે વૃક્ષો આપણા મિત્રો વિષય અંતર્ગત વિદ્યાર્થીઓ વચ્ચે વ્યક્તિત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુમાર શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વૃક્ષો આપણા મિત્રો વિષય ઉપર યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં હિસ્સો લીધો હતો જેમાં શ્રેષ્ઠ ક્રમે આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે હાલોલ લાયન્સ કલબ સનરાઈઝના પ્રમુખ અને  હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભવો તેમજ હાલોલ કુમાર શાળાના આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી જેમાં વક્તૃત્વ સ્પર્ધાના કાર્યક્રમની સાથો સાથ ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા કુમાર શાળાના પ્રાંગણમાં વૃક્ષ બચાવો વૃક્ષ વાવોના સૂત્ર હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને જાહેર જનતાને વધુમાં વધુ પર્યાવરણનું જતન કરી વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું.