હળવદના સુખપર પાસે આવેલા કંન્ટેનર યાર્ડમાથી ઘઉ ભરીને વાકાનેર જતાં ટ્રકને હળવદમા મોરબી ચોકડી પાસે આશરે રાત્રીના બે વાગ્યાની આસપાસ આશરે 4 શખ્સોએ ટ્રક ઉભી રખાવીને બોલાચાલી કરીને ડ્રાઈવરને મારમારીને ટ્રકની લુટ ચલાવી ભાગી ગયા હતા જેમાં માળિયા તરફ જતાં કેદારીયા પાસે ટ્રક પલટી ગયો હતો જેમાં બે ઈજાગ્રસ્ત થતા હળવદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે પોલીસે 4 આરોપીઓ સામે લુંટનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફરીયાદની વિગત મુજબ ડ્રાઇવર ફિરોજભાઈ જુમાભાઈ જુણેજાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ટ્રક નં.જીજે 27 એક્સ 4235 સાથે કન્ટેનર લઈને જતા હતા. જેમાં 23 ટન ઘઉં ભરેલ હતા ત્યારે હળવદ માળિયા હાઇવે ઉપર પરિશ્રમ હોટેલ આગળ કુલદીપસિંહ વાઘેલા, સહદેવસિંહ વનરાજસિંહ ઝાલા, વીરલભાઈ શૈલેષભાઇ સોની અને અજાણ્યો એક શખ્સ કારમાં ધસી આવ્યો હતો.તેઓએ ટ્રક રોકાવીને લાફા મારી ગાળો આપી ઘઉં ભરેલ કન્ટેનર મળી રૂ. 12 લાખના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.