સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે ૧૭ વર્ષીય કિશોરીબા નું સર્પ દંશથિ મૃત્યુ થતાં નાનકડા એવા આદસન્ગ ગામમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.એ કહેવત ને સાર્થક કરતો તાલુકા આજે અહીં પ્રકાશવામાં ના આદ હતો. સાવરકુંડલા ના આદસન્ગ  ગામે રહેતા કાઠી દરબાર  જીલુભાઇ ના સુપુત્રીબા નીરૂપાબાબેન ઉ.વ.૧૭ પોતાના ઘરે હતા ત્યારે તા.૮-૮-૨૦૨૨ને સોમવારના સવારના સમયે અચાનક ઝેરી કોબ્રા આવી ચડેલ  અને બહેનબાશ્રી ને પગના પોચા ના ભાગે દંશ દેતા તાત્કાલિક સાવરકુંડલા લઈ જવામાં આવેલ ત્યાં સારવાર લઈ અમરેલી લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમ્યાન નિરૂપા બેનના શ્વાસ રૂંધાઈ  ગયેલ અને રસ્તામાં મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે શોક નું છવાઈ ગયુ છે.ત્યારબાદ તે  દરમ્યાન સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના ઉપ પ્રમુખ અમિતભાઈ સાંખટ ને જાણ કરાતા બનાવના સ્થળ આદસંગ પહોંચીને ભારે જહેમત બાદ કોબ્રાને પકડીને જંગલ વિસ્તારમાં છોડી મુકેલ.જે દરમ્યાન મૃત્યુ પામનાર નીરૂપા બેનના મોટાબાપુ દિકરાને પણ પગે લોહી ના ટશિયા જોવા મળતા સાપના કરડ્યા સિંધરા થી ડરે તે ઉક્તિ પંક્તિ ને સાર્થક કરતા બધાને એવુ લાગ્યું કે ભાઇ ને પણ સર્પે દંશ દીધો છે.જેથી સર્પવિદ અશોકભાઈ સાંખટ અને ભાવનાબેન સાંખટ દ્વારા બારીકાઇ થી નીરીક્ષણ કરતા આ લોહી  સાપ  ના દંશને કારણે નહિ પણ   રમતા રમતા બીજી કોઇ સામાન્ય ઇજા થઈ હોય તેવું  જણાવવામા આવેલ.ત્યારે બધાના જીવ હેઠા બેઠા હતા. સોમવારે બનેલ આ કરુણ બનાવથી શોક છવાઈ ગયો છે.

સર્પ સરક્ષણ મન્ડળના પ્રમુખ અશોકભાઈ સાખટ રાજુલા વાળા દ્વારા દરેક વ્યક્તિઓ ને અપીલ સાથે વિનંતી કરવામા આવી છે કે  કોઈપણ વ્યક્તિને સાપ કરડે તો ભુવા - ભરાડી પાસે જવું નહિ, અંધશ્રદ્ધામાં રહ્યા વગર સર્પ સંરક્ષણ મંડળ રાજુલાના પ્રમુખ અશોકભાઈ સાંખટ નો મો.૯૮૨૪૨૫૭૦૭૦. પર સંપર્ક કરવો

રીપોર્ટર... ભરતભાઈ ખુમાણ રાજુલા/અમરેલી