ડીસા-પાલનપુર હાઇવે પર ટાફે શોરૂમ સામેથી જુગાર રમતા આઠ શખ્સો ને ડીસા શહેર દક્ષિણ પોલીસે ઝડપી અટકાયત કરી તેમની પાસેથી રૂપિયા 97 હજારની રોકડ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસા શહેર દક્ષિણ પોલીસ રવિવારે રાત્રે હાઇવે વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે સમયે રાજમંદિર સર્કલ પાસે જતા ખાનગી રાહે તેમને કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ડીસા - પાલનપુર હાઇવે પર આવેલ ટાફે શોરૂમ સામે આવેલ છાપરામાં છુપી રીતે તપાસ હાથ ધરી રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ જુગાર રમતા શખ્સો જુગારના પત્તા મૂકી ભાગવા લાગ્યા હતા.

પોલીસે પણ તમામનો પીછો કરી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કુંડાળું કરી જુગાર રમતા કુલ આઠ શખ્સોને ઝડપી પાડ્યા હતા તેમજ જુગારના દાવમાં મુકેલા 24 હજાર રોકડ અને તેમની અંગજડતી દરમિયાન મળેલ રોકડ સહિત 97 હજાર રૂપિયા જપ્ત કર્યા હતા. જ્યારે તમામ શખ્સો સામે જુગાર ધારાની કલમ 12 મુજબ ગુન્હો નોંધી ડીસા શહેર દક્ષિણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- જુગાર રમતાં ઝડપાયેલા શખ્સોના નામ

1- દશરથકુમાર મહેરામજી માળી 

2- અનિલ કુમાર ગિરધરલાલ ઠક્કર 

3- પરેશકુમાર ગોવિંદલાલ માળી

4- કાંતિ બાબુભાઈ સોલંકી 

5- ગોવિંદભાઈ કાનજીભાઈ પ્રજાપતિ 

6- પ્રકાશભાઈ શંકરભાઈ દવે 

7- જયરામ ધુડાભાઈ જોશી

8- રવિભાઈ જગદીશભાઈ ઠક્કર