પશ્ચિમ કચ્છ જીલ્લાના માંડવી મરીન પોલીસ સ્ટેશના રૂપીયા ૧,૫૪,૦૦૦ / -ના ચીટીંગના ગુન્હામાં ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ , ભુજ  

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા, સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધનાઓએ ગુનાના કામે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા સુચના કરેલ હોય જે અન્વયે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સપેકટર આઇ.એચ.હિગોરાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પ્રયત્નશીલ હતા . 

દરમ્યાન માંડવી મરીન પોલીસ સ્ટેશનના એ - પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૧૧૨૦૫૦૧૨૨૨૦૦૦૮/૨૨ IPC કલમ- ૪૦૬,૪૨૦,૧૨૦ ( બી ) મુજબના ગુન્હા કામે ધરપકડથી નાસતો ફરતો આરોપી હનિફ ઉર્ફે મીઠીયો ઉર્ફે મીથુન સ / ઓફ નુરમામદ સોઢા રહે . રહીમનગર ખારીનદી રોડ ભુજ વાળા અંગે હ્યુમન સોર્સીસ તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે મજકુર આરોપી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેર દાદર વિસ્તારમાં હોવાની હકીકત આધારે વર્ક આઉટ કરી એલ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલ તથા સ્ટાફના કર્મચારીઓ દ્રારા મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી મજકુર આરોપીને હસ્તગત કરી પુછપરછ બાદ મજકુર માંડવી મરીન પોલીસ સ્ટેશનના ઉપરોકત ગુન્હા કામે નાસતો ફરતો હોય સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ( આઈ ) મુજબ ધોરણસરની કાર્યવાહી બાદ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.