પાલિકાએ આડેધડ કરોડો રૂપિયાના ખર્ચે ઉભા કરેલા આ બસ સ્ટેન્ડ જ્યારે બનાવાયા હતાં, ત્યારે પણ વિવાદમાં આવ્યા હતાં. જરૂરિયાત અને સ્થળની ચિંતા કર્યા વગર માત્ર સંખ્યા ગણાવવા માટે બનાવાયા હોવાની શંકા ત્યારે પણ વ્યક્ત કરાઈ હતી. હવે આ બસ સ્ટેન્ડની જે હાલત થઈ રહી છે, તે ખાયકીની ચાડી ખાઈ રહ્યાં છે. આ પ્રકારે બસ સ્ટેન્ડ પર જ ગધેડાં અને બકરાંઓ બાંધવાની સ્થિતિએ ગંભીર સવાલ પણ સર્જ્યા છે. પાલિકામાં વર્ષે દિવસે થતાં વિકાસ કામોમાં જરૂરિયાતવાળા કેટલાં, શું પાલિકા વિકાસના કામો નક્કી કરતાં પહેલાં તેની જરૂરિયાત અંગે કોઈ ચોક્કસ તારણો કાઢે છે કે કેમ, કે પછી તરંગી વિચારોને આધારે જ પ્રોજેક્ટ નક્કી થાય છે, તે પ્રશ્નો જવાબ માગી રહ્યાં છે.