સુરેન્દ્રનગરમાં મોહરમ તહેવારમાં તાજીયાના જુલુસ દરમિયાન વીડિયો વાયરલ કરનારા ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. મોહરમના તહેવાર નિમિત્તે જુદા જુદા ધર્મ તથા જાતિના લોકો વચ્ચે સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો હતો. જે વીડિયો વાયરલ કરનારા શખ્સોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.મોહરમના તહેવાર નિમિત્તે 15 મિનિટ પોલીસ કો હટા દો સાથેનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. આ વાયરલ થયેલા વીડિયોને લઈ પોલીસે સતર્કતા દાખવી કોઈપણ અઈચ્છનીય બનાવ બને તે પહેલા જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.