યુનિક હોસ્પિટલ છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રેવેશ કરી રહી છે ત્યારે આ શુભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ હળવદના સહયોગથી આવતીકાલે મંગળવારે યુનિક હોસ્પિટલ ખાતે સવારે 10 થી 2 વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફ્રી નિદાન, હાડકાંની તપાસ, સુગરની તપાસ તેમજ રાહત દરે દવા તથા લેબોરેટરી અને એક્સ-રેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેથી તમામ લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. જેમાં ડો.રાકેશ કેલા (હ્રદયરોગ, બીપી, ડાયાબિટીસના નિષ્ણાંત), ડો.ઘનશ્યામ જાગાણી (હાડકાંના ડોક્ટર), ડો.પાર્થ સાદરીયા (સ્ત્રીરોગ નિષ્ણાંત), ડો.કિશન કગથરા (બાળકોના ડોક્ટર), ડો.ગૌતમ સોનાગ્રા (જનરલ સર્જન), ડો.પિનલ ભોરાણીયા (દાંતના ડોક્ટર) અને ડો. ફાલ્ગુની પટેલ (કસરતના ડોક્ટર) સેવા આપશે. આ કેમ્પને સફળ બનાવવા રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ ડો.હર્ષદ લોરીયા, સેક્રેટરી રોહિતભાઈ મેંઢા અને પ્રોજેક્ટ ચેર મનીષ દેથરીયા સહિત યુનિક હોસ્પિટલની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.