સોજીત્રા શ્રી ભાઈકાકા સરકારી કૉલેજમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું.

સોજીત્રા શ્રી ભાઈકાકા સરકારી વિનયન અને વાણિજય કૉલેજ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ રાષ્ટ્રીય સેવા યોજના (NSS) સપ્તધારાની સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અને રંગ-કાલા કૌશલ્ય ધારાના સંયુક્ત ઉપક્રમે તા.૩૧ના રોજ કૉલેજના આચાર્યાશ્રી ડૉ. ઉર્વી દવેના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય એ હેતુથી વકૃતત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

NSS અને આઝાદી કા અમૃત મહોત્સવના કન્વીનર ડૉ.જિજ્ઞેશ ઠક્કરે આ સ્પર્ધાના નિયમની જાણકારી આપી હતી. ડૉ. જિજ્ઞેશ ઠક્કર, પ્રા.રમેશભાઈ અને પ્રા. અસિફબેનને આ વકૃતત્વ સ્પર્ધામાં નિર્ણયક તરીકે સેવા આપી હતી.

વકૃતત્વ સ્પર્ધામાં 08, નિબંધ સ્પર્ધામાં 11 અને ચિત્ર સ્પર્ધામાં 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં કૉલેજ કક્ષાએ વિજેતા વિદ્યાર્થીઓને આવનારા દિવસોમાં યુનિવર્સિટીમાં યોજાનાર સ્પર્ધામાં મોકલવામાં આવશે.

આ કાર્યક્રમમાં કૉલેજના સર્વ પ્રાધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આઝાદી કા અમૃત મહોત્સવ અને NSSના કન્વીનર ડૉ. જિજ્ઞેશ ઠક્કરે કર્યું હતું.