બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાં એક મહિલાને સિજીરીયનથી બાળકનો જન્મ થયા પછી ઘરકામમાં મુશ્કેલીઓ પડતી હતી. આથી સાસુ અને પતિએ ત્રાસ ગુજારી દસ માસનું બાળક છીનવી લઇ ઘરમાંથી હાંકી કાઢી હતી. જેને 181 અભયમની ટીમે મદદ કરી બાળક પરત અપાવ્યું હતુ. તેમજ હવે પછી ત્રાસના ગુજારવા પતિ અને સાસુને સમજાવવામાં આવ્યા હતા.

થરાદ પંથકના એક ગામની યુવતીનેસિજીરીયનથી બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જોકે, તે પછી ઘરકામમાં મુશ્કેલીઓ પડતી હોવાથી તેનો પતિ અને સાસુ ત્રાસ ગુજારતાં હતા. અને દસ માસના બાળકને તેની પાસેથી છીનવી લઇ ઘરમાંથી હાંકી કાઢી હતી. જે આખી રાત બાજુના ગામમાં વિતાવી હતી. બીજા દિવસે થરાદ 181 અભયમની ટીમની મદદ માંગી હતી.

આ અંગે કાઉન્સેલરે જણાવ્યું હતુ કે, પરિણિતાને લઇ તેના ઘરે ગયા હતા. જ્યાં પતિ અને સાસુને સમજાવતાં બાળક પરત સોંપ્યું હતુ.અને હવે પછી ત્રાસ નહી ગુજારવા માટે સમજાવ્યા હતા. દરમિયાન પરિણીતાને આરામની જરૂર હોઇ પતિ તેણીના પિયર જવા દેવા માટે પણ સહમત થયો હતો.