ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પેગંબર હજરત મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ના પ્યારા નવાસા હજરત ઈમામ હુસેન અને તેઓના 72 મહાન વીર શહીદોની યાદમાં વર્ષોથી મનાવતા મહોરમના પાવન પર્વને અનુલક્ષીને હાલોલ નગરના તમામ મુસ્લિમ વિસ્તારોમાં વિવિધ તાજીયા કમિટીના યુવાનો દ્વારા કલાત્મક અને સુંદર તાજીયાઓની સ્થાપના તમામ મુસ્લિમ વિસ્તારોમાં કરી છેલ્લા કેટલાય દિવસથી વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાઇ રહ્યા છે જેમાં આજે 10 મી મોહરમના પાવન દિવસને અનુલક્ષીને દર વર્ષની જેમ આજે પણ પરંપરાગત રીતે હજરત ઈમામ હુસેન અને તેઓના 72 સાથીઓની કુરબાની ત્યાગ અને બલિદાનની ભાવનાને યાદ કરી તેઓને યાદમાં અને માનમાં કલાત્મક તાજીયા શરીફનું વિશાળ અને ભવ્ય જુલુસ હાલોલ નગરના રાજમાર્ગો સહિત મુસ્લિમ વિસ્તારમાં વિવિધ તાજીયા કમિટી દ્વારા યોજવામાં આવ્યું હતું
જેમાં નગરના તમામ મુસ્લિમ વિસ્તારો લીમડી ફળિયા કસ્બા વિસ્તાર,ખોખર ફળિયા રહીમ કોલોની કરીમ કોલોની 101 કોલોની,કોઠી ફળિયા,હજરત બાદશાહ દરગાહ વિસ્તાર, મુહમ્મદી સ્ટ્રીટ, પાવાગઢ રોડ, મોંઘાવાડા, કુંભારવાડા અરાદ રોડ, અન્ય વિસ્તારના નાના મોટા સાંખ્ય વિવિધ કલાત્મક તાજીયા શરીફ સાથેનું ભવ્ય જુલૂસ હજાર મહિલા પુરુષો અબાલ વૃદ્ધો સહિતના મુસ્લિમ બિરાદરોની હાજરીમાં ભારે ભક્તિ ભાવપૂર્વક શ્રદ્ધા અને આસ્થા સાથે નગર ખાતે યોજાયું હતું અને મુસ્લિમ બિરાદરોએ ઉમંગ અને ઉત્સાહ સાથે રંગે ચંગે મોહરમના પાવન પર્વની ઉજવણી કરી હતી જેમાં કસ્બા હુસેની ચોક ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ વિસ્તારના તાજીયા શરીફ એકઠા થયા હતા અને ત્યાંથી ભવ્ય જુલૂસનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે જુલુસ સ્વામિનારાયણ પોલીસ ચોકી ખાતે રહી કોઠી ફળિયા, હજરત બાદશાહ બાબાની દરગાહ વિસ્તાર થઈ પાવાગઢ રોડ, મુંહમ્મદી સ્ટ્રીટ સહિતના વિસ્તારોમાં ફરી પરત કસ્બા હુસેની ચોક વિસ્તારમાં પરત પહોંચ્યું હતું જ્યાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું જે બાદ હાલોલના લીમડી ફળિયા ખાતે નવ યુવાનોની કમિટી દ્વારા તાજીયામાં જોડાયેલા તમામ મુસ્લિમ બિરાદારો માટે આમ નીયાજ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરાતા હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદારોએ આમ નીયાજનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી જેમાં નગર ખાતે ભારે શાંતિપૂર્ણ અને કોમી ભાઈચારાના માહોલ વચ્ચે તાજીયા શરીફનું ભવ્ય જુલુસ સંપન્ન થયું હતું જેમાં નગર ખાતે યોજાયેલા તાજીયા શરીફના ભવ્ય જુલુસને અનુલક્ષીને હાલોલના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ પોલીસ કર્મચારીઓએ સતત ખડે પગે હાજર રહી ચુસ્ત પોલીસ બંદોબસમાં જોડાયા હતા જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ સહિત એસઆરપી ટીમ હોમગાર્ડ અને ટીઆરબીના કર્મચારીઓએ જવાનોએ પોતાની સમગ્ર દિવસ દરમ્યાન બંદોબસ્તમાં જોતરાઈ સંપૂર્ણ સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી રાખી ખડે પગે ફરજ બજાવી હતી જેને લઈ મોહરમનું ભવ્ય જુલુસ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં નગર ખાતે રંગે ચંગે સંપન્ન થયું હતું.
Sponsored
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं