હાલોલ નગર ખાતે મુસ્લિમ બિરાદારો દ્વારા મોહરમના પાવન પર્વની ભારે ધાર્મિક વાતાવરણમાં ધાર્મિક શ્રદ્ધા ભાવ સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે શનિવારે 10 મી મોહરમને અનુલક્ષીને નગર ખાતે તમામ મુસ્લિમ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ભવ્ય કલાત્મક તાજીયા શરીફનું ભવ્ય જુલૂસ વર્ષોની પરંપરા મુજબ આજરોજ પરંપરાગત રીતે ભારે ધાર્મિક વાતાવરણમાં ભવ્યભાતી નગર ખાતે હજારો મુસ્લિમ મહિલા પુરુષોની હાજરીમાં યોજાનાર છે જેને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ હાલોલ પોલીસ તંત્ર દ્વારા મહોરમનું જુલુસ નગર ખાતે ભવ્ય રીતે ઉજવાય અને કોમી ભાઈચારો સૌહાર્દની ભાવના સાથે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને નગર ખાતે કાયદો વ્યવસ્થા અને સુરક્ષાની સલામતી જળવાયેલી રહે તેને અનુલક્ષીને નગરના તમામ મુસ્લિમ વિસ્તારો સહિત નગરના જાહેર માર્ગો પર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બોડી વોન કેમેરા સાથે પોલીસ કર્મચારીઓને ખડે પગે તૈનાત કરી તમામ વિસ્તારોમાં બાજ નજર રાખવામાં આવી છે તેમજ પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ પેટ્રોલીગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં આજે યોજાનાર વિશાળ અને ભવ્ય જુલૂસ અંતર્ગત પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્તમાં 1 ડીવાયએસપી 2 પીઆઇ 4 પીએસઆઇ 44 મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ 8 એસઆરપી ટીમ 25 હોમગાર્ડ 10 ટીઆરબી ગાર્ડ સહિતના પોલીસ કર્મચારીઓને ફરજ સોંપી ખડે પગે તૈનાત જ કરાયા છે અને કાયદો વ્યસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
હાલોલ નગર ખાતે આજે યોજાનારા મોહરમના ભવ્ય જુલુસને અનુલક્ષીને પોલીસ ખડે પગે તૈનાત,ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/07/nerity_e472b5ebc5f5d26ea18aa6cf832f9327.jpg)