બોરસદ રૂરલ પોલીસ મથકના માણસોએ નાપા તળપદા ગામે બાતમી વાળી જગ્યાએ છાપો મારી જુગાર રમતા જમીરૂદ્દીન ઉર્ફે જમલો મયુદીન કાજી, સમીર મનુમીયા કાજી, આદિલ ઉર્ફે ચીચી ઐયુબમીયા કાજી, મોઇનુદ્દીન હબીબઉલ્લા કાજી, એઝાઝ ઉર્ફે એઝલો ઈકબાલમીયા શેખ, અને શાહરૂખ ઉર્ફે ફ્રન્ટી ઐયુબમીયા કાજી તમામ રહે. નાપાને જુગાર રમવાના સાધનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી રૂ.૫૭,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.