ગોકુલધામ નારની સ્કુલમાં તા. ૨૮/૦૭/૨૦૨૩ ને શનિવારના રોજ ગોકુલધામ ઇન્ટરનેશનલ કેમ્પસ, નારની શાળામાં બાળકોની આંખોના ઇન્ફેક્શન સામે રક્ષણ ,સ્વાસ્થ્ય અને શારીરિક સલામતી બાબતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાટે મેડીકલ અવેરનેસ પ્રોગ્રામનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોકુલધામની હોસ્પિટલ એટ યોર ડોર પ્રોજેક્ટમાં સેવા આપતા ડૉ. હિમાંશુ પટેલ અને ડૉ. અનંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને શારીરિક સ્વચ્છતા જાળવવા અંગે તેમજ સ્વાસ્થ્ય અંગે કાળજી રાખવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને આંખોના ઇન્ફેક્શનમાં ધ્યાન રાખવાની બાબત તેમજ પોષણયુક્ત આહાર લેવા જણાવ્યું હતું સાથે સાથે વિવિધ આહારમાંથી મળતાં પ્રોટીન, વિટામીન અને અન્ય પોષકતત્ત્વોની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં પ.પૂ.જનમંગલ દાસજી સ્વામી, કેમ્પસ ડાયરેકટર શ્રી મનુભાઈ રાઠોડ , એજ્યુકેશન ડાયરેકટર શ્રી મિલિન્દ પટેલ અને શાળાના આચાર્ય શ્રી કૌમેય ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ બંને ડૉક્ટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ ની વ્યવસ્થા નિલેષભાઈ વાઘેલા તથા વિદેશમાં સત્સંગ યાત્રાએ ગયેલા ગોકુલધામનાં સ્વપ્ન દ્રષ્ટા પ્. પૂ. શ્રીશુકદેવપ્રસાદ દાસજી સ્વામી , પ્.પૂ.શ્રીહરિકેશવદાસજી સ્વામી એ આ કાર્યક્રમની સરાહના કરતા રાજીપો વ્યક્ત કર્યો હતો.