દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાલયમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થીઓમાં કંઈકને કંઈક સુષુપ્ત શક્તિઓ રહેલી છે તે શક્તિઓને બહાર લાવવા તેમજ વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય તે હેતુથી આજ રોજ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ વચ્ચે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ શિવમ અને સુંદરમ ત્રણે ટીમો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના સારી રીતે જવાબો આપ્યા હતા વિજેતા થનાર ટીમ તેમજ અન્ય ટીમને પ્રોત્સાહિત ઈનામો પણ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખશ્રી ડાયાભાઈ પટેલ, આચાર્ય હેતલબેન ઠક્કર, સમગ્ર સ્ટાફગણ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે રક્ષાબેન સુથાર, વિપલબેન ચૌધરી તેમજ અલ્પેશભાઈ ઠાકોર રહ્યા હતા. સમયની નોધ વિકાસભાઈ ઠાકોર દ્વારા કરવામાં આવી હતી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેહાબેન દરજી અને શામળભાઈ નાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं