કડીમાં વિદેશી દારૂ ભરેલી XUV 300 કાર અચાનક જ કમળ સર્કલ પાસે ઝડપુ માતાજીના મંદિર સામે ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી. જો કે સદનસીબે આ બનામાં કોઇને જાનહાની થઇ ન હતી. બનાવને પગલે આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે ગાડીમાં સવાર બુટલેગર ફરાર થઈ ગયો હતો.
કડી શહેરના હાઇવે ચાર રસ્તા તરફથી આવી રહેલ અને થોળ રોડ તરફ જઈ રહેલ XUV 300 ચાલકે કડીના કમળ સર્કલ પાસે આવેલ ઝડપુ માતાજીના મંદિરની સામે રોડ ઉપર લગાવેલ ડિવાઇડર ઉપર તેની ગાડી ચડાવી દીધી હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે મોટી જાનહાની ટળી હતી. ઘટનાને લઇ કડી પોલીસ આવી પહોંચી હતી. જ્યાં કડી પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડની નાના મોટી 1488 દારૂની બોટલો (કિંમત રૂપિયા 1,48,800) મળી આવી હતી.