આજરોજ રાધનપુર વોર્ડ -૭માં આવેલ ડામરકા વિસ્તાર ખાતે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી જયાબેન સોની અને રાધનપુર મહિલા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી જ્યોતિબેન જોષી બન્ને બહેનો દ્વારા ડામરકા વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધેલ જેમાં સ્થાનિક લોકોએ આપણો દેશ ૧૯૪૭માં આઝાદ થયો ત્યારથી આજદિન સુધી લાઈટ જોઈ નથી વર્ષોના વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી લાઈટનો પ્રશ્ન હલ થયો નથી રોડ રસ્તાના પ્રશ્નો કોંગ્રેસની બોડીએ પાસ કરેલ તે થઈ ગયેલ છે પરંતુ લાઈટ માટેની વારમ વાર લેખિત મૌખિત રજુઆતો છતાં હજુ કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી અને રાત્રે જમવાનું બનાવામાં તેમજ બાળકોને ભણવામાં ઝેરી જાનવરોનો ડર મચ્છર વિગેરેનો ઉપદ્રવ પણ વધી ગયેલ છે ડામરકાના જાગૃત નાગરિક એવા રમેશભાઈ દ્વારા પણ ઘણી રજુઆતો કરી છતાં તંત્ર ધ્યાને ના લેતા આજરોજ પાટણ જિલ્લા મહિલા પ્રમુખશ્રી જયાબેન સોનીને રજુઆત કરી અને પ્રશ્નનો હલ લાવવા એમને સાથે રહી મામલતદારશ્રીને મંજુરી માટે વાત કરી બોલાવેલ તો જયાબેન સોની તાત્કાલિક દોડી આવેલ અને ડામરકા વિસ્તારના સ્થાનિક મહિલાઓ સાથે વાત કરતા મહિલાઓએ એમની અંધારાપટમાં એમની જિંદગી વીતી ગઈ છતાં લાઈટ જોઈ નથી અને એમના બાળકો લાઈટ જોશે કે કેમ એવા પણ સવાલોમાં બાળકોની ચિંતામાં અને બાળકોનું ભવિષ્ય લાઈટના હિસાબે ના બગડે એવી સતત ચિંતાઓ વ્યક્ત કરી હતી અને તો હાલના નગરપાલિકા વહીવટદારશ્રી જો લેખિત મન્જુરી આપે તો એમને લાઈટ પ્રશ્ન શોલ થાય એમ છે માટે સ્થાનિક લોકોના પ્રશ્નનું સોલ્યુશન અર્થે મહિલા કોંગ્રેસ સમિતિ એમની સાથે રહી બને તેટલો પ્રયત્ન કરશે ન્યાય આપાવવા એવી જયાબેન સોનીએ હૈયા ધરણા પણ આપી હતી*