ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ગઇકાલે રાત્રે માઉન્ટ આબુ ઉપરવાસમાં ૧૬૦ મી.મી. ભારે વરસાદ થતાં આજે તા.૨૮-૦૭-૨૦૨૩ના રોજ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો ૫૯૯.૩૫ ફૂટ એટલે કે ડેમ ૮૬.૬૨ ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી ૬૦૪ ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં ૩૦,૦૦૦ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે. હાલ દાંતીવાડા ડેમના ૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. તેની સાથે દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોરવાસ, નાંદોત્રા બ્રાહ્મણ વાસ અને સિકરીયા, ડીસા તાલુકાના રાણપુર ઉગમણો વાસ, રાણપુર વચલો વાસ અને રાણપુર આથમણો વાસ, ભડથ, ચંદાજી ગોળીયા, મેડા, કોઠા, ચત્રાલા, વાસડા, લટીયા, ડાવસ, આખોલ, વડલી ફાર્મ, મહાદેવીયા, આખોલ નાની, આખોલ મોટી, માલગઢ, જુના ડીસા તથા કાંકરેજ તાલુકાના અરણીવાડા, બુકોલી, જમણાપાદર, ઉંબરી ગામને હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આ ગામના લોકોએ નદીના વહેણ વિસ્તારમાં અવર- જવર કરવી નહીં.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે દાંતીવાડા ડેમના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં, નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમજ નદીના પટમાં માઇનિંગના કારણે નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અનિડા ગામે "નમો કીસાન પંચાયત " મળી...
ખાંભા તાલુકા ના અનિડા ગામે ગુજરાત કિસાન મોરચા ના અધ્યક્ષ શ્રી હિતેષ ભાઈ પટેલ..પ્રદેશ મહામંત્રી શ્રી હિરેન ભાઈ હિરપરા.ની ઉપસ્થિત માં ખેડૂત મિત્રો ની વીશાળ હાજરી માં " નમો કિસાન પંચાયત " નું આયોજન
આ કાર્યક્રમ માં પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રકાશ ભાઈ પટેલ..મીડિયા ઇન્ચાર્જ આનંદ ભાઈ ભટ્ટ...જિલ્લા પ્રમુખ...
प्रदेश के भांजों को CM की सौगात, टॉपर छात्रों को मिलेगा लैपटॉप, मामा बोले- भेदभाव नहीं करूंगा!!
प्रदेश के भांजों को CM की सौगात, टॉपर छात्रों को मिलेगा लैपटॉप, मामा बोले- भेदभाव नहीं करूंगा!!
ગઢડા તાલુકાના કેરાળા ગામના નાગરિકો દ્વારા મૃત પશુઓની દુર્ગંધ દૂર કરવા બોટાદ કલેકટરને આવેદનપત્રઆપ્યું
ગઢડા તાલુકાના કેરાળા ગામના નાગરિકો દ્વારા મૃત પશુઓની દુર્ગંધ દૂર કરવા બોટાદ કલેકટરને આવેદનપત્રઆપ્યું
Coronavirus India Update: देश में 79% बढ़ा कोरोना, इन राज्यों में खतरे की घंटी
देश में कोरोना के मामलों में लगातार बढ़ोतरी हो रही है। हर रोज़ लगभग 5 हज़ार के आसपास नए कोरोना मामले...