વરલી - મટકા જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ 

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર.મોથાલીયા તથા પુર્વ - કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરી અંજાર વિભાગ અંજારનાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ / જુગારના કેશો શોધવા સુચના કરેલ હોઇ જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગડુ સાહેબ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ગંગાનાકા પાસે ભારતીય પેટ્રોલપંપની સામે અક્ષય ગઢવી રહે.મેઘપર ( કું ) વાળો જાહેરમાં પોતાના અંગત ફાયદા સારૂ વરલી મટકાનો આંક - ફરક નો રૂપિયાની હાર જીતનો જુગાર રમી - રમાડી રહેલ છે જેથી સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . 

પકડાયેલ આરોપી : અક્ષય મગનભાઈ ગઢવી ઉ.વ .૧૯ રહે.નેન્સી સોસાયટીની સામે મેઘપર ( કું ) તા.અંજાર 

કબ્જે કરેલ મુદામાલ : ( ૧ ) રોકડા રૂ .૧૧,૨૦૦ / ( ૨ ) એક બ્લુ કલરની બોલપેન નં -૧ કિ.રૂ .૦૦ / ( ૩ ) ડાયરીનુ પાનુ જેની એક બાજુ અલગ - અલગ આંકડા લખેલ છે તે કિ.રૂ .૦૦ / - મળી આવેલ એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૧૧,૨૦૦ / -

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગડુ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .