સમગ્ર ગુજરાતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસના બંધનું એલાન આપવામાં આવેલ છે ત્યારે

આજરોજ બોટાદ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ની સુચના અનુસાર બોટાદ ખાતે તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ઇમરજન્સી સેવા સહિત એક દિવસની હડતાલ પાડી બંધ રાખવામાં આવેલ છે તેઓની મુખ્યત્વે માંગણી છે કે અવારનવાર સરકારમાંથી નોટિસો આપી હેરાનપરેશન કરવામાં આવે છે તેમજ થર્ડ ફ્લોર થી નીચે આઇ.સી.યૂ.. રાખવાનું કહેવામાં આવે છે તેમજ બી યુ પરમિશન તેમજ ફાયર સેફટી પરમિશન માટે અવારનવાર ખોટી રીતે દબાણ કરવામાં આવે છે જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં પ્રાઇવેટ હોસ્પિટલ નો એક દિવસ હડતાલ પર ઉતરવાનો આદેશ થતા બોટાદ ખાતે બોટાદના તમામ પ્રાઇવેટ હોસ્પિટલ ઇમરજન્સી સેવા સહિત એક દિવસની હડતાલ પાડી બંધ રાખવામાં આવેલ હતા અને બોટાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કલેક્ટર બોટાદના ને આવેદનપત્ર આપવામાં આવેલ હતું.