ગુજરાત સરકાર દ્વારા ૭૦ જેટલા આઈ.પી.એસ. અધિકારીઓના બદલીઓના હુકમોમાં.....

દાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષકોની પણ બદલીઓ.....

ગોધરા તા.

ગુજરાત સરકાર દ્વારા મોડી સાંજે ૭૦ જેટલા આઈ.પી.એસ. અધિકારીઓની કરવામાં આવેલ બદલીઓના હુકમોમાં પંચમહાલ ગોધરા રેન્જ ડી.આઈ.જી. સમેત મહીસાગરના જિલ્લા પોલીસ અધિક્ષક અને દાહોદના પોલીસ અધિક્ષક અને એ.એસ.પી.ની પણ બદલીઓ કરવામાં આવી છે.

ગતરોજ આઈ.પી.એસ. અધિકારીઓની બદલીઓના કરાયેલા હુકમોમાં બૃહદ પંચમહાલ જિલ્લામાં પ્રશંસનીય ફરજો બજાવ્યા બાદ અમદાવાદના બૉમ્બ બ્લાસ્ટના આરોપીઓને ફાંસીની સજા સુધી પહોંચાડવા માટેની તપાસોમાં અગ્રેસર ફરજો બજાવનારા આર.વી.અસારીને પંચમહાલ ગોધરા રેન્જના ડી.આઈ.જી. તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશ બારોટની સુરત ખાતે બદલી કરીને જયદીપસિંહ જાડેજાને મહીસાગર પોલીસ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યા છે. આજ પ્રમાણે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાની વેસ્ટર્ન રેલ્વેમાં બદલી કરીને રાજદીપસિંહ ઝાલાને દાહોદ પોલીસ અધિક્ષક તરીકે મુકવામાં આવ્યા છે.જ્યારે દાહોદના એ.એસ.પી. જગદીશ બાંગરવાને વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે મુકવામાં આવ્યા છે.