*રાજકોટ શહેર પોલીસ કમિશનર મોહરમને અનુલક્ષીને ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ.* *રાજકોટ શહેર તા.૯/૮/૨૦૨૨ ના રોજ મોહરમને અનુલક્ષીને રાજકોટ શહેરમાં અલગ-અલગ જગ્યાએથી તાજીયાઓ નીકળતા હોય છે. લોકો ખુબ જ બહોળી સંખ્યામાં તાજીયા જોવા માટે આવતા હોવાથી તાજીયાના રૂટમાં કોઈપણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત તા.૯/૮/૨૦૨૨ની રાત્રે ૧૨:૩૦ થી ૬ વાગ્યા સુધી તેમજ બપોરના ૧૨થી મધરાત સુધી સોરઠીયા વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોકથી રામનાથપરા રોડથી રામનાથપરા ગરબી ચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી અને સોનીબજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી, ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડ ને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી અને ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથ પરા પોલીસ લાઈનના ઝાપા સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરોકત હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વાહન ચાલક શિક્ષાને પાત્ર ઠરશે.* *રિપોર્ટર. વીપુલ મકવાણા