ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોડકી ગામે શાળા સ્થાપના દિવસ ઉજવાયો તળાજા તાલુકાના બોડકી પ્રાથમિક શાળામાં શાળાનો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી શાળામાં ગામના સરપંચ શ્રી દાદુભાઇ બાલાભાઈ ભાદરકા તથા કરણેશ્વર ડેવલપર્સના ગ્રુપ દ્વારા શાળાના તમામ બાળકોને કિટ નું વિતરણ કરવામાં આવ્યું અને શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સરપંચ અને શાળા ના આચાર્ય દ્વારા કેક કાપવામાં આવી હતી અને તમામ બાળકોને ચોકલેટવિતરણ કરી ખૂબ ધામધૂમથી શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો અને બોડકી શાળામાં આચાર્ય અને સ્ટાફ દ્વારા અવારનવાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે