સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધે પોતાનું મહા મહેનતે અસ્તિત્વ ટકાવી રાખ્યું અને ધણી બધી આપદાઓ વેઠી મુશ્કેલીઓનો સામનો કરી ધણા ટુંકા સમયમાં એટલે કે વર્ષ 2008માં સુરસાગર ડેરીમાં ભાજપનું બોર્ડ આવતા અને ભાજપની સરકારના સાથ અને સહકારથી વિકાસમાં હરણફાળ ભરી આજ સુધી પ્રગતિનાં શિખરો સર કરતી રહી છે.જિલ્લાના અંદાજે 1.26 લાખ કરતા પણ વધુ દૂધ ઉત્પાદક પરિવારોનુ સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી મોટી સહકારી ઔધોગિક સાહસ કે જે દૂધ સંપાદનમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જિલ્લા સહકારી ડેરી તરીકે ખ્યાતિ ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લા દૂધ સંધ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામડાઓમાં દૂધ સહકારી મંડળીઓની રચના કરવામાં આવેલ છે. આ મંડળીઓ થકી નિયમિત સવાર સાંજ દૂધ ઉત્પાદકો પાસેથી દૈનિક આશરે મહત્તમ 10 લાખ લીટર દૂધ એકઠું કરી આ પ્રવૃતિથી સુરસાગર ડેરી મારફત જિલ્લાના પશુપાલકોને ૨૫ કરોડ જેવી માતબર રકમ ચુકવાય છે. દૂધનો પોષણક્ષમ ભાવ ચુકવવામાં આવે છે.અને વર્ષાન્તે કરોડો રૂપિયા દૂધ ભાવ ચૂકવાય છે.સુરસાગર ડેરીની સને ૨૦૨૨-૨૩ ના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજરોજ લીંબડી ખાતે મળી જેમાં જિલ્લાની દૂધ મંડળીઓના પ્રમુખો,મંત્રીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સુરસાગર ડેરી ના ચેરમેન બાબાભાઈ ભરવાડ ધ્વારા સભાને સંબોધન કરેલ અને સંબોધન દરમ્યાન દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.837 /– કરવાની જાહેરાત કરવામાં આવેલ તેમજ દૂધ સંઘ ધ્વારા દૂધ મંડળીના સભાસદો કે જેઓ દૂધ મંડળીમાં દૂધ ભરાવતા હોય તેવા કોઈપણ સભાસદનું એકસીડન્ટ થી મૃત્યુ થાય તો તેવા સભાસદના વારસદારોને ડેરી દ્વારા તે પરિવાર ના સભ્યને મદદરૂપ થઇ શકે તે માટે ડેરી સભાસદોનો વીમો પણ ઉતરાવે છે