ઇસ્લામ ધર્મના મહાન અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭રસાથીદારો સાથે ઇરાકના રેતાળ પ્રદેશના કરબલામાં ભવ્ય યુધ્ધ ખેલી શહીદી વ્હોરી લીધાની દુઃખ ભરી એતિહાસિક ઘટનાના શોકમાં બની તાજીય!' આજે સિહોર સહિત સર્વત્ર ગામે ગામ ઇમામખાનામાંથી બહાર આવી ગયા છે અને આજ રાત્ર જૂલૂસરૂપે આ તાજીયા જાહરમાં રાબેતા મુજબ ફરનાર છે. ખાસ કરીને કરબલાના શહીદોની સ્મુતિમાં આ માસમાં તાજીયા બનાવવામાં આવે છે અને તે ૯મી મહોર્રમના જાહર દર્શને મૂકાય છે અને એ જ રાતે જાહેરમાં ફર છે જે મુજબ આ વખતે બનેલા તાજીયા આજે રાત્ર ફરશે અને કાલે મંગળવાર સવાર ફરી માતમમાં આવી જઇ મંગળવાર બપોર ફરી ને રાત્રિના ઇમામખાનામાં ફરી પૂર્ણાહુતી પામશે. અત્ર એ નોંધનીય છે કે, સને ૨૦૨૦ માં કોરોના ફેલાઇ જતા ઇતિહાસમાં પહેલી જવાર કયાંય તાજીયા ફર્યા ન હતા અને તે પછી સને ર૦ર૧ માં મહામારીના લીધે ગાઇડલાઇન યથાવત હોઇ સતત બીજા વર્ષે પણ તાજીયા પોતપોતાના માતમમાં જ રહ્યા હતા અને બહાર ફર્યા ન હતા એ જોતા આ વખતે બે વર્ષ બાદ તાજીયા જુલૂસરૂપે ફરનાર છે. અત્રે એ નોંધનીય છે કે મહોર્રમ માસ આવતા જ મુસ્લીમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં તાજીયા બનાવવામાં આવે છે અને તેને ૯ મી મહોર્રમના દિવસે સાંજ જાહર દર્શનાર્થે બહાર લાવી ૧૦ મી મહોર્રમના રાત્રે પરત ઇમામ ખાનામાં મુકવામાં આવે છે. તાજીયા ઉપરાંત કરબલાના શહીદોની સ્મૃતિમાં દરેક મુસ્લિમ વિસ્તારમાં સળંગ ૧૦ રાત્રી હુસેની મજાલિસો યોજાય છે અને ઠેરઠેર સબિલો બનાવી તેના દ્રારા ખાણીપીણીની વસ્તુઓ વિના ભેદભાવે વિતરણ કરવામાં આવી રહી છે. જમાં સાંજ પડતાં જ જે તે સબિલો ઉપર ધમધમાટ પ્રવર્તે છે અને હુસેની મજાલિસોમાં પણ ભાઇ બહેનો મોટી માત્રામાં ઉમટી વાઅઝ સાંભળી રહ્યા છે.