ગત રોજ દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકુલમાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટીંગ એન્ડ ઓથ ટેકિંગ સેરેમની તેમજ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય અને મા સરસ્વતીની વંદનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલ મહેમાનોનું સ્વાગત અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓનો ઓથ ટેકિંગ કાર્યક્રમ અને નવીન પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા હતા. આ ઉપરાંત નર્સિંગ કોલેજ તેમજ આર્ટસ કોલેજ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સેમેસ્ટર મુજબ પ્રથમ દ્રિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેમજ અન્ય સિધ્ધિઓ હાંસલ કરી હતી તેઓને ટ્રોફી તેમજ મેડલ આપી સન્માનિત કરાયા હતા. ત્યાર બાદ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે ગરબા, નૃત્ય, નાટક વગેરે રજુ કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે કાર્યક્રમ ને સફળ બનાવવા તેમજ આશીવર્ચન આપવા માટે આનંદ અખાડા સચિવ અને મોમાઈ મોરા જાગીર મહંત શ્રી ગંગાગીરીબાપુ તેમજ જસરાજગીરી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંસ્થાની લાગણી અને માંગણીને માન આપી દિયોદરના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સાહેબ, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના સભ્ય તેમજ સદભાવના ગ્રુપ પાલનપુરના ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબ, જોઈતીબા નર્સિંગ કોલેજ, ભાંડુંના આચાર્ય શ્રી ડી.ડી. પાટીદાર સાહેબ, દિયોદર મામલતદાર શ્રી એન.બી.દેસાઈ સાહેબ , જી.ઈ.બી એન્જીનીયર શ્રી એમ.એમ. શેખ સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી આર.એમ સ્વામી સાહેબ, ઓગડ હોસ્પિટલ દિયોદર ના ડૉ. શ્રી કેશરદાન ગઢવી સાહેબ, જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્યશ્રી રમેશભાઈ ચૌધરી, પાલનપુર એડવોકેટ ધનરાજભાઈ ચૌધરી, તપસ્વી વિદ્યાસંકુલ ના પ્રમુખ શ્રી ડાયાભાઇ પટેલ સાહેબ, આચાર્ય કુમારી શ્રી હેતલબેન ઠક્કર, તેમજ સમગ્ર સ્ટાફ ગણ, પત્રકાર મિત્રો, નર્સિંગ, આર્ટસ, એસ.આઈ તેમજ શાળાના બાળકો તેમજ વાલીઓ હાજર રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન પ્રો. ચેતનભાઈ ચૌહાણ, અને પ્રો. મીનાક્ષીબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ની આભાર વિધિ પ્રો. શામળભાઈ નાઈ અને પ્રો.અલ્પેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી...