અમદાવાદમાં કંજંક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે. તો બીજી તરફ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટી ગયા છે. અમદાવાદમાં એક દિવસમાં UHC અને PHCમાં 1800 નવા કેસ નોંધાયા છે. જેની સામે આરોગ્ય વિભાગમાં આંખમાં નાખવાના ટીપાં ખૂટ્યા છે. જેથી 50 હજાર જેટલા નવા આંખના ટીપા મંગાવાયા છે. આ પહેલા પણ 20 હજાર જેટલા ટીપા મંગાવાયા હતા મહત્વનું છે કે AMC અને પ્રાઇવેટ હોસ્પિટલમાં કંજંક્ટિવાઇટિસના દર્દીઓની સંખ્યા વધી છે. અત્યાર સુધીમાં 35 હજારથી વધુ કેસ નોંધાયા છે. આ કેસની સારવારના ભાગરૂપે AMC દ્વારા આંખમાં નાખવાના ટીપાં અપાઇ રહ્યા છે.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं