કડીના નાનીકડી વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ 4 માં અભ્યાસ કરતી કિશોરી ટ્યુશન પુરૂ થતાં ક્લાસીસની બહાર બેઠી હતી.બે અજાણ્યા બાઈક સવારો આવી કિશોરીને મોઢાં ઉપર રૂમાલ દબાવી અપહરણ કરી લઈ જતા રાહદારીઓ કિશોરી રડતી હોઈ બૂમાબૂમ કરતા અપહરણકારો કિશોરીને મુકી બાઈક લઈને ફરાર થઈ ગયા હતાં.
કિશોરી ધોરણ 4માં નાની કડીની મંગુબેન નાથાલાલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળાએથી ઘરે આવી બપોરના ત્રણ કલાકે રાબેતા મુજબ તેની માતા ટ્યુશન ક્લાસીસમાં મુકવા અને લેવા માટે જાય છે. મંગળવારે બપોરે કિશોરીને તેની માતા નાનીકડી રામજીમંદિર પાછળ આવેલ જાનકીપાર્ક સોસાયટીમાં ચાલતા આયુષ ટ્યુશન ક્લાસીસમાં મુકવા ગયા હતાં. ટ્યુશન પૂરૂ થયા બાદ કિશોરી ક્લાસીસની બહાર આમતેમ માતા પિતાને શોધતી હતી. બે અજાણ્યાં બાઈક સવારો મોંઢે રૂમાલ બાંધીને કિશોરીનું રૂમાલથી મોઢું દબાવી બાઈક પર બેસાડતાં લોકો જોઈ જતાં શખ્સો ભાગી છુટ્યા હતા.