આઝાદીના ૭૫ વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઇ રહી છે સિહોર સાથે રાજયભરમાં ભવ્ય તીરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે સિહોરમાં ૧૨ મીએ શુક્રવારે સવારે ૯ વાગ્યે હજારો લોકોની ઉપસ્થિતિમાં 3 કી. મી. લાંબી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા દેશભકિતના સૂરો તથા ડીજેશહીદોને નમન સાથે યોજાશે, અને તેમાં 5 હજાર થી વધુ લોકો જોડાશે તેવું નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ નકુમે જણાવ્યું હતું તેમણે વધુમાં કહ્યાં હતું કે ભવ્ય તિરંગા યાત્રાનો અંદાજે ર થી ૩ કિ. મી.નો રૂટ સ્ટેશન રોડ ક્રિકેટ ગ્રાઉન્ડ થી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરશે અને ફરી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમાપન કરાશે ૧ર મીએ સ્થળ ઉપર તંત્ર પ હજાર તિરંગાનું લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરશે, તિરંગા યાત્રાના સમગ્ર રૂટ ઉપર વિવિધ દેશભકિતના ગીતો સાથે ડીજેની જમાવટ કરશે યાત્રા સવારે ૯ વાગ્યે ક્રિકેટ ગ્રાઉન્ડથી શરૂ થશે, ૧૧ વાગ્યે સમાપન થશે, જેમાં તમામ એનજીઓ, ધારિમક સંસ્થાઓ કોલેજ - સ્ફુલ્સ-ડેરી એસો., ઔધોગિક એકમો, ટેલીકોમ, જીઇબીજીએસટી, રેલ્વે-પોસ્ટલ - ઇન્કમટેક્ષ, બાર એસો. કેમીસ્ટ એસો., ડોકટરો, વકિલો, ઇલેકટ્રીક એસો. શહેરના તમામ વેપારી એસો વિગેરે ખાસ જોડાશે આ કાર્યક્રમ આપણા સૌનો છે. આપણે બધાએ તેમાં જોડાવું જોઈએ અને એક કલાક દેશ માટે ફાળવવી જોઈએ પ્રમુખશ્રીએ આ કાર્યક્રમમાં સૌને ખાસ જોડાવા અપીલ પણ કરી છે. આ યાત્રા એક એતિહાસિક સંભારણું બની રહેશે.