હળવદમાં ટ્રાફિકના નિયમો વિશે વાહનચાલકોને જાગૃત કરાયા

સમગ્ર રાજ્યમાં વધતા જતા અકસ્માતના બનાવોને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે અને જેના ભાગરૂપે એક મહિના સુધી ટ્રાફિક ડ્રાઈવ ચલાવવાની છે. ત્યારે આજે હળવદ શહેરની સરા ચોકડી ખાતે હળવદ પોલીસ અને એલ એન્ડ ટી વિભાગ દ્વારા એક ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલા પેમ્પલેટ અને 150થી વધુ રેડિયમ પટ્ટી વાહનો પર લગાવવામાં આવી હતી. આ તકે હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહે જણાવ્યું હતું કે, સગીર વયના બાળકોને વાહન ચલાવવા ન આપવા અને ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવા માટે જાગૃત કર્યા હતા. હળવદ શહેરની સરા ચોકડીએ આજે યોજાયેલી ટ્રાફિક ડ્રાઈવમાં મહિપતસિંહ ચૌહાણ, રમણીકભાઈ રાઠોડ, લક્ષ્મણભાઈ એલ એન્ડ ટીના કર્મચારીઓ સાથે હળવદના જીઆરડી અને ટીઆરબીના જવાનો જોડાયા હતા અને બેનરો સાથે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની સમજણ આપી હતી.