બનાસકાંઠા..

સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવતી પશુચોર ટોળકી ઝડપાઈ

પાલનપુર નાં કુશકલ ગામેથી ચોરાયેલ બે ગાયોની તપાસમા ગઢ પોલીસે ઢોર ચોરીનો પર્દાફાશ કર્યો 

ચોર ટોળકીએ રાજ્ય ભરમાં 24 જગ્યાએ પશુઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી 

કુશકલ ગામે ખેતરમાં બાંધેલ બે ગાયોની ચોરી થઈ હતી જે અંગે ગઢ પોલીસ મથકે ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી

કુશકલમાં ગાયોની ચોરી કરનાર અને સમગ્ર રાજ્યમાં તરખાટ મચાવતી પશુચોર ટોળકીને વડોદરા થી ઝડપી લેવાઈ.

પશુ ચોર ટોળકી રાજ્યના જુદાજુદા 24 સ્થળો પર રાત્રિના સમયે બાંધેલ પશુઓની ચોરી કરતી હતી. 

વિધવા મહિલા ના ખેતરમાં બાંધેલ બે ગાયોની ગત.13 જુલાઈની રાત્રે ચોરી થઇ હતી

ગઢ પોલીસ મથકે રૂ.1.20 લાખની કિંમતની બે ગાયોની ચોરી અંગે ફરિયાદ નોંધાઈ હતી 

ગઢ પોલીસે જુદી જુદી ટીમો બનાવી હાઇવે પર લગાવેલ સીસીટીવી નાં આધારે આરોપીઓ ને ઝડપી પાડયા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા માં ઓચિંતી રેઇડ કરી ડાલાના માલિક સહિત 4.20 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ત્રણ પશુ ચોરોની અટકાયત કરી જેલ હવાલે કર્યા