લીંબડી પાણશીણા રોડ પર ઉટડી ગામ નજીક છકડો અને ઓટો રિક્ષા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં 9 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ભોયકાથી મુસાફરો ભરીને લીંબડી આવતો છકડો તેમજ લીંબડીથી ચોકી જઈ રહેલી ઓટો રિક્ષા બંને વાહનો ઉટડી નજીક પહોંચતા સામ સામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાબુભાઈ કાયાભાઈ ચૌહાણ (ઉ.વર્ષ 56 )રહે. ભોયકા, હિરાભાઈ ગોવિંદભાઈ (ઉ.વર્ષ 50) રહે.ભોયકા, નાનજીભાઈ મગનભાઈ (ઉ.વર્ષ 40) રહે. ભોયકા, માયાબેન બાબુભાઈ (ઉ.વર્ષ 45) રહે. ભોયકા, રતનબેન જેઠાભાઈ (ઉ.વર્ષ 70) રહે. ભોયકા, ઉકાભાઈ માલાભાઈ (ઉ.વર્ષ 40) રહે. ચોકી, હેતલબેન પુનાભાઈ (ઉ.વર્ષ 5) રહે ભોયકા, ભાવેશભાઈ પુનાભાઈ (ઉ.વર્ષ 7) રહે. ભોયકા, મનુબેન પેથાભાઈ (ઉ.વર્ષ 45) રહે ભોયકાને ઈજા થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે લીંબડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ બાબુભાઈ કાયાભાઈ ચૌહાણ, હિરાભાઈ ગોવિંદભાઈ તથાં નાનજીભાઈ મગનભાઈને વધુ ગંભીર ઈજા હોવાને કારણે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.