મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર નો વાયા મીડિયા દ્વારા સંપર્ક કરી એક અરજદાર મહિલા આવ્યા હતા અને તેણીને પતિ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાથી આ અંગેની લેખિત માં રજૂઆત કરવામાં આવી હતી. બે મહિના જેટલા સમયગાળા દરમિયાન તેમના દામ્પત્ય જીવનમાં ઘરેલુ હિંસા થતી હોવા અંગેની અરજીને ધ્યાને લઈ અને આ સપોર્ટ સેન્ટર દ્વારા સૌ પ્રથમ તો મહિલાને સાંત્વના આપીને ભાવાત્મક ટેકો અપાયો હતો. ત્યાર પછી પતિ તથા પત્નીને સાથે રાખી અને થરાદ પોલીસ સ્ટેશન સેન્ટરના કાઉન્સેલર રેખા બેન દ્વારા સમજાવટ બાદ બંને પક્ષો નું કાઉન્સીલિંગ કરી 10 વર્ષનું આ દંપતિનું સુખદ સમાધાન કરાવેલ અને બાળકોને છત્રછાયા મળતાં પતિ-પત્નીએ થરાદ પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્ટર અને થરાદ પોલીસ ડિવિઝન નો આભાર વ્યકત કર્યો.