કડી શહેરમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર ચોરીની ઘટના બનવા પામી હતી. જ્યાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ ચોરી કરીને જતા માતા પુત્રને રીક્ષા સાથે કેનાલ ઉપરથી ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.

કડી તાલુકાના મેડા આદરજ ગામના રમેશભાઈ કે પોતે ખેતીવાડીનો વ્યવસાય કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તેઓ કડી માર્કેટ યાર્ડમાં હરિ ઓમ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં પોતાના ખેતરમાં વાવેલ ઘઉંનું વેચાણ કરવા સારું આવ્યા હતા અને 26 મણ ઘઉં વેચીને પેઢીમાંથી રોકડ રકમ લઈને તેઓ ગાંધી ચોક તરફ ગયા હતા. ત્યાંથી એક રીક્ષા પડી હતી. રીક્ષા ચાલકને રમેશભાઈએ પૂછ્યું કે મેડા આદરજ રીક્ષા જવાની છે. તો રીક્ષા ચાલકે હા પાડી હતી અને રમેશભાઈ કે રિક્ષામાં બેસી ગયા હતા.

કડી તાલુકાના મેડા આદરજ ગામના ખેડૂત માર્કેટ યાર્ડમાં ઘઉં વેચીને ગાંધી ચોક રિક્ષામાં બેસીને નીકળ્યા હતા. જે દરમિયાન ભવપુરા પાસે આવેલી એસ.વી સ્કૂલ પાસે આવતા રિક્ષામાં બેઠેલી એક મહિલાને ઉબકા આવ્યા હતા અને રમેશભાઈને વચ્ચે બેસાડી દીધા હતા. જે બાદ પાણીની ટાંકી પાસે આવેલા કમળ સર્કલ પાસે રીક્ષા પહોંચતા રીક્ષા ચાલકે કહ્યું હતું કે, હું ટાયર ભૂલી ગયો છું તમે અહીં ઉતરો હું થોડીક વારમાં આવું છું. રમેશભાઈ ત્યાં આગળ ઉતરી ગયા હતા જે બાદ તેઓને માલુમ થયું હતું કે રિક્ષામાં પૈસા, અગત્યના ડોક્યુમેન્ટ રહી ગયા છે, પરંતુ કલાકો સુધી રીક્ષા ન આવતા તેઓ કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. નજર ચૂકવી રીક્ષા ચાલક 14,000 ભરેલી થેલી અને અગત્યના ડોક્યુમેન્ટ ચોરી કરી ફરાર થઈ ગયો છે.

કડી પોલીસે ફરિયાદ નોંધી હતી અને અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી. જે દરમિયાન ડી સ્ટાફમાં ફરજ બજાવતા પરેશકુમાર ને માહિતી મળી હતી કે ચોરી કરેલી રીક્ષા ચાલક કરણ નગરથી પીરોજપુર જતી કેનાલ ઉપર થઈને પસાર થનાર છે. જે બાદ સહિતના માણસો અલગ અલગ ટીમો બનાવીને તેના ઉપર વોચ રાખીને ઉભા હતા. જે દરમિયાન શંકાસ્પદ રીક્ષા આવતા તેને ઉભી રાખીને તપાસ કરી હતી. કરણનગર પીરોજપુર કેનાલ ઉપર ડિ. સ્ટાફના માણસો વોચ રાખીને ઉભા હતા. જે દરમિયાન રીક્ષા આવતા શકમંદ લાગતા પોલીસે આ રીક્ષાને ઉભી રાખી હતી અને અંદર બેઠેલી એક મહિલા અને એક ઈસમને નીચે ઉતારીને પૂછતાછ કરતા તેઓ માતા સોનલબેન પુત્ર જયદીપ હોવાનું જણાવ્યું હતું. બંને જણા સરખેજ અમદાવાદના હોવાની ધડપકડ કરવામાં આવી. જ્યાં પોલીસે બંનેને કડી પોલીસ સ્ટેશન ખાતે લાવી કડક હાથે પૂછતાછ કરતા બંનેએ ચોરી કરી હોવાનું કબ્લ્યુ હતું. જે બાદ પોલીસે માતા પુત્રની ધરપકડ કરી હતી અને રોકડ રકમ સહિત મુદ્દામાલ 85 હજાર જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.