બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા જુગારધામ પકડી પાડતી બગસરા પોલીસટીમ! શ્રીઅશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં પ્રોહી તથા જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓ અમરેલી જીલ્લામાંથી દારૂ તથા જુગારની બદીને નેસ્તાનાબુદ કરવા તેમજ આવા દારૂની તથા જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય તેમજ શ્રી જે.પી.ભંડારી સાહેબ નાયબ પોલીસ અધીક્ષક અમરેલી નાઓના આ બાબતે જરૂરી માર્ગદર્શન હેઠળ શ્રી ડી.વી.પ્રસાદ સાહેબ પો.ઇન્સ . બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન ગુ ૨ નં ૧૧૧૯૩૦૦૯૨૨૦૪૬૧/૨૦૨૨ જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જેમાં માણેકવાડા ગામની બહાર વાડીમાં સાતેય ઇસમો જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીન પતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ . ૧૪,૪૯૦ / -ના જુગાર લગત સાહિત્ય સાથે સાતેય ઇસમો પકડી પાડેલ હોય જે અનુસંધાને ઉપરોકત નંબર થી ગુન્હો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ- આ કામના આરોપીએ જાહેરમા ગંજીપત્તાના પાના તથા પૈસા વડે તીનપતિ નામનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ .૧૪૪૯૦ / - તથા ગંજીપત્તાના પાના નંગ - પર કિ.રૂ .૦૦ / ૦૦ મળી કુલ કિ.રૂ .૧૪૪૯૦ / -ના જુગાર લગત મુદ્દામાલ સાથે કબ્જે કરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી : ( ૧ ) ચંદુભાઇ બાલુભાઇ સાકરીયા ઉ.વ .૪૫ ધંધો.ખેતીકામ રહે માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૨ ) ભાવેશભાઇ લાલજીભાઇ સાવલીયા ઉ.વ .૪૦ ધંધો ખેતીકામ રહે . માણેકવાડા બગસરા તા . બગસરા જી.અમરેલી ( ૩ ) બાબુભાઇ ભીખાભાઇ પટોળીયા ઉ.વ.પ૦ ધંધો.ખેતીકામ રહે.માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૪ ) વિનુભાઇ કાનાભાઇ પટોળીયા ઉ.વ .૪૮ ધંધો.ખેતીકામ રહે.માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૫ ) રાજેશભાઇ વલ્લભભાઇ ક્યાડા ઉ.વ ૩૯ ધંધો.ખેતીકામ રહે.માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૬ ) બાલુભાઇ કાનજીભાઇ પટોળીયા ઉ.વ પર ધંધો.ખેતીકામ રહે.માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી ( ૭ ) ભીખુભાઇ મધુભાઇ સાવલીયા ઉ.વ પર ધંધો . ખેતીકામ રહે.માણેકવાડા બગસરા તા.બગસરા જી.અમરેલી આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.વી.પ્રસાદના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હેડ કોન્સ જયરાજસિહ રાઠોડ તથા પો.કોન્સ સુલતાનભાઇ પઠાણ તથા પો.કોન્સ આલકુભાઇ વાળા તથા પો.કોન્સ . કનુભાઇ છગનભાઇ બાંભણીયા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ / રાજુલા અમરેલી