રાતાભેર ગામેથી ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો: એક ફરાર
હળવદ તાલુકાના રાતાભેર ગામ પાસેથી પોલીસે ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એકને દબોચી લીધો છે. જ્યારે અન્ય એક આરોપી ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-58 અને કાર મળી કુલ રૂપિયા 3,21,750નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પકડાયેલા આરોપીની પૂછપરછમાં સપ્લાયરનું નામ પણ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર હળવદ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવતા માથક ગામ તરફથી આવતી કાર નંબર જીજે-36-આર-6291ને રોકી ચેક કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-58 કિંમત રૂપિયા 21,750 તેમજ કાર કિંમત રૂપિયા 3 લાખ મળી કુલ 3,21,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પોલીસે કારમાં બેઠેલા બે શખ્સોમાંથી અરવિંદભાઈ જીવણભાઈ આકરીયા રહે. ડુંગરપુર વાળાને દબોચી લીધો હતો. જોકે ધર્મેન્દ્રભાઈ ઉર્ફે ધમો કરશનભાઈ ધામેચા રહે.સુરવદર ભાગવામાં સફળ રહ્યો હતો. આ સાથે જ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા પિન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથક વાળા પાસેથી જથ્થો મળ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી બે આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.