ડીસા માં ઘરની સામે રહેતો યુવક 14 વર્ષીય સગીરા ને ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે, જે મામલે સગીરા ના પિતાએ ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બંને યુવક યુવતી ની શોધ હાથ કરી છે.. 

ડીસા ના ભોપાનગર માંથી એક સગીરા નું લગ્નની લાલચે અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાઇ છે, જેમાં ભોપાનગર વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ મજૂરી કામ કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે, જેઓ ત્રણ દિવસ અગાઉ કામ અર્થે ધાનેરા મુકામે ગયા હતા, અને રાત ત્યાં જ રોકાયા હતા, તે દરમિયાન વહેલી સવારે તેમની પત્ની નો મોબાઇલ પર ફોન આવ્યો હતો અને તેમની દીકરી ગુમ થઈ ગઈ હોવાનું જણાવતા તેઓ તરત જ પોતાના ઘરે પરત ફર્યા હતા.. 

તેમની પત્ની ના જણાવ્યાં મુજબ ચાર દિવસ અગાઉ 21 તારીખ ની રાત્રે રાબેતા મુજબ તેઓ મોડી રાત્રે ઘરનું કામકાજ પતાવી ઓસરીમાં સુતા હતા. વહેલી સવારે જ્યારે તેમની પત્ની જાગીને જોતા તેમની દીકરી દેખાઈ ન હતી. જેથી તેમણે આજુ બાજુ માં તપાસ કરતા તેમના ઘરની સામે રહેતો ચિકી પટણી નામનો યુવક તેમની દીકરીને ભગાડી ગયો હોવાનું માલુમ પડ્યું હતું.. 

જેથી તેઓ યુવકના ઘરે જઈ વાત કરતા યુવક ના પરિવાર જનોએ બે દિવસ માં તેમની દીકરી ને પરત લાવી આપવાની વાત કરી હતી, પરંતુ ત્રણ દિવસ થવા છતાં પણ તેમની દીકરી પરત ના આવતા આખરે સગીરા ના પિતાએ યુવક સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે બંને ની શોધખોળ હાથ ધરી છે..