સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક પોલીસ કર્મચારીના નામે પૈસા કઢાવવા તથા દારૂના કેસમાં ફીટ કરવા ધમકી આપવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ભુપેન્દ્રકુમાર ગોલતર દ્વારા આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં ત્રણ જેટલા ઈસમો સામે આ મામલે સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.ત્યારે ભુપેન્દ્રકુમાર ગોલતર સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં છેલ્લા અનેક વર્ષોથી ફરજ બજાવે છે. મિસિંગ સ્ક્વોડ શાખામાં પણ તે ફરજ બજાવે છે. આ મુદ્દે હુસેનભાઇ મહેબૂબભાઈ મુલતાની, રાજેશકુમાર બાબુલાલ શાહ અને ધીરુભાઈ ઉર્ફે રાજુ રસુલભાઈ જેડા દ્વારા એક પ્રકારનો કારસો રચવામાં આવ્યો છે. અને સુરેન્દ્રનગરના ભારતપરા શેરી નંબર- 2 વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ માનસિંગભાઈ ગારીયાને ધમકી આપવામાં આવ્યા હોય અને તેમા ભુપેન્દ્રકુમાર પોતે વાત કરતા હોય તેવી ઓળખ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.ત્યારે ઉલ્લેખનીય છે કે, મોબાઈલ ફોનથી બળજબરીથી પૈસા કઢાવવા તથા દારૂના ગુનામાં ફીટ કરવા અને અન્ય વિવિધ બાબતે ત્રણ જેટલા ઈસમોએ ભુપેન્દ્રકુમારના નામેથી વાતચીત કરી અને વિક્રમભાઈને ધમકાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં તમામ પ્રકારના પુરાવાઓ એકત્રિત કરી અને આ મુદ્દે ખુદ લોકલ ક્રાઈમ બ્રાન્ચમા એએસઆઈ તરીકે ફરજ બજાવતા ભૂપેન્દ્રભાઈ ઝીણાભાઈ ગોલેતરે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરાવ્યો છે. અને આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવે તે અંગે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.જેમાં ભુપેન્દ્રભાઈની ખોટી ઓળખ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિવિધ પ્રકારની વિગતો પ્રાપ્ત કરી પુરાવાઓ મેળવી અને ત્યારબાદ આ ફરિયાદ દાખલ કરાઈ છે. જેમાં હુસેનભાઇ મહેબુબભાઇ મુલતાની, રાજેશભાઈ બાબુભાઈ શાહ અને ધીરુભાઈ જેડા સામે ગુનો દાખલ કરી અને સીટી પોલીસે પણ આ મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કર્મચારીની ખોટી નામ ઓળખ આપી અને ખોટા કેસોમાં ફીટ કરવા જેવી બાબતો જણાવી અને બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટેનો કારસો રચવામાં આવ્યા હતો. આ મુદ્દે આરોપીઓ ઝડપાયા બાદ વધુ વિગતો સામે આવશે.