ભાવનગરના જૈન પરિવાર પોતાની કાર લઇને સારંગપુરથી સાયલા વિહત માતાના દર્શને આવી રહ્યા હતા. આ દરમિયાન સુદામડા પસાર કરી સાયલા તરફ જઇ રહ્યા હતા આ દરમિયાન અચાનક ગાયને તારવવા જતા કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખાડામાં ઢસડાઇ ગઇ હતી. આ બનાવમાં 1 મહિલાનું મોત થયું હતું. અને 4 ઇજાગ્રસ્તને સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.ભાવનગર જૈન પરિવારના મનિષભાઇ નગીનદાસ સોમાણી તેમના પત્ની સોનલબેન દીકરી જીલબેન, ઉન્નતીબેન તેમજ મનિષભાઇના બહેન વૈશાલીબેન અને તેમની દીકરી લબ્ધીબેન પોતાની સ્વિફટ કાર લઇને સારંગપુર દર્શન કરીને સાયલા વિહત માતાના દર્શને આવી રહ્યા હતા.આ દરમિયાન સુદામડા પસાર કરી સાયલા તરફ જઇ રહયા હતા. ત્યારે અચાનક ગાય આડી ઉતરતા ગાયને તારવવા જતા કાર ચાલક મનીષભાઇ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ખાડામાં ઢસડાઇ ગઇ હતી. અને તમામ ઇજાગ્રસ્તને સાયલા દવાખાને લઇ જવામાં આવ્યા હતા.આ બાબતે સાયલાના જૈન પરિવારના ભાવેશભાઇ સોલંકી, મુનાભાઇ ભાવસાર, અલ્પેશભાઇ સોલંકીને જાણ થતા દવાખાને દોડી ગયા હતા અને ઇજાગ્રસ્ત સોનલબેન, જીલબેન અને લબ્દીબેનને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા.જયારે માથાના ભાગે ગંભીર ઇજાગ્રસ્ત વૈશાલીબેનને વધુ સારવાર મળે તે પહેલા મોત થતા પીએમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.પરિવારજનોને અકસ્માતની જાણ થતા આક્રંદ જોવા મળતું હતું. સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anganwadi women stage protest over pending demands in Bharuch | TV9GujaratiNews
Anganwadi women stage protest over pending demands in Bharuch | TV9GujaratiNews
गुहागराच अवैध वाळू उपसा जोमात, अधिकारी कोमात
गुहागर तालुक्यातील समुद्र किनाऱ्यावर भरमसाठ अवैध वाळू उपसा करण्याचे प्रकार वाढले आहेत....
લીમડી નગરમાં રક્તદાન કેમ્પ યોજાયો
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં બીપી અગ્રવાલ હાઇસ્કુલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
પ્રકૃતિ મિત્ર મંડળ...
બરૌની સ્ટેશન ઉપર બ્લોક થવાને કારણે અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ ટ્રેનો પ્રભાવીત રહેશે
પૂર્વ મધ્ય રેલવેના બરૌની સ્ટેશન પર નવી લૂપ લાઇન કમિશનિંગના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામ માટે...