ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયા ખાતે આવેલ મામલતદાર કચેરીમાં આવતા પ્રજાજનો માટે પીવાના પાણી માટેનું કુલર હતું તેની કોઇ કાળજી ન રખાતા હાલ બંધ હાલતમાં થઇ જતાં શોભાના ગાંઠિયા સમાન બન્યું છે. સેવાલિયામાં આવેલા મામલતદાર કચેરી ખાતે ગામ તથા તાલુકાની જનતા રોજે રોજ સરકારી કામકાજ અર્થે મોટી સંખ્યામાં આવતી હોય છે.
તાલુકાના છેવાડાના ગામડેથી પણ ભોળી જનતા રેશન કાર્ડ તથા દાખલા સહિતના કામો અર્થે આવતી હોય છે.મામલતદાર કચેરી ખાતે પાણી પીવા માટે જાય છે. ત્યાં કુલર બંધ હોવાનું જોવા મળે છે મામલતદાર ખાતે મુકવામાં આવેલા આ કુલરની યોગ્ય તકેદારી ન રાખતા હાલ આ પાણીનું કુલર બગડેલી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. આમ કચેરી ખાતે રાખવામાં આવેલું પીવાના પાણીનું કુલર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે
રિપોર્ટર: રીઝવાન દરિયાઈ
ખેડા: ગળતેશ્વર