વઢવાણ તાલુકાના દેદાદરા ગામ પાસે મોડી રાત્રે ટ્રકનું ટાયર બદલી રહેલા પંજાબના કલીનરનું ડમ્પર હડફેટે ઘટનાસ્થળે જ મોત નિપજેલ હોવાનું જાણવા મળે છે. જમ્મુ કાશ્મીરના ભૂષણકુમાર મહંત રામ શર્મા પોતાના હવાલાવાળી અશોક લેલન્ડ ટ્રકમાં અમૃતસરથી પ્લાસ્ટીક વેસ્ટનો માલ ભરીને કલીનર સૂરજીતસિંગ અનોખસીંગ જાટ રે.પંજાબ સાથે ઉપલેટા આવવા નીકળ્યા હતા. લખતર-વઢવાણ રોડ ઉપર દેદાદરા પાસે રાત્રે દોઢ વાગ્યાના સૂમારે ટ્રકમાં પંકચર પડતા કલીનર સૂરજીતસિંહ ટ્રકના બન્ને સાઈડના ઈન્ડીકેટર ચાલુ રાખીને ટાયર બદલી રહ્યા હતા. ત્યારે લખતર તરફથી પુર ઝડપે આવતા સફેદ કલરના ડમ્પરના ચાલકે તેમને હડફેટે લેતા દુર ફંગોળાયેલા સૂરજીતસિંહના ડાબા પગ ઉપર ડમ્પર ચડાવી દઈને માથામાં ગંભીર ઈજા કરતા સૂરજીતસિંગનું ઘટનાસ્થળે જ મોત નિપજેલ હતુ. આ અંગે ડ્રાયવર ભૂષણકુમારે લખતર પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી ડમ્પર ચાલક ડમ્પર મુકીને નાસી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોસ્ટ ગાર્ડની સાથે ગુજરાત એટીએસએ ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો
અમદાવાદ
ગુજરાત પોલીસે ઈન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્ક સામે સૌથી મોટી ઝુંબેશ શરૂ કરી છે. ભારત અને...
ઇડી દ્વારા સંજય સિંહની ધરપકડના વિરોધમાં બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા મૌન રેલી કાઢવામાં આવી
રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના...
भविष्य में व्यवसायों को आगे बढ़ाने वाला स्वर्णिम धागा है एआई: आनंद महिंद्रा
टेक महिंद्रा के चेयरमैन आनंद महिंद्रा ने कहा कि प्रौद्योगिकी एक सुनहरा धागा है जो किसी संगठन के...