સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામના વતની ફરીયાદીશ્રી નાઓની વડીલોપાર્જીત જમીન આ કામના આરોપીઓ ફરીયાદી પક્ષને ધાક ધમકી આપી તેઓની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડવા માંગતા હોય જે અનુસંધાને ગઇ તા.12/07/2023 ના રોજ આ કામના ફરીયાદી પક્ષનાઓ પોતાની વડીલોપાર્જીત જમીન (ખેતર) માં ખેતીકામ કરતા હતા.જે દરમ્યાન આ કામના આરોપીઓ દ્વારા પ્રાણઘાતક હથિયારો ધારણ કરી ફરીયાદ પક્ષ ઉપર હુમલો કરી માર મારતા આલજીભાઇ પ્રેમજીભાઇ પરમાર તથા મનોજભાઇ પ્રેમજીભાઇ પરમાર નાઓને શરીરે ગંભીર ઇજાઓ થતા મરણ ગયેલ હોય સદરહુ બનાવ અન્વયે પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની અધ્યક્ષતામાં એસ.આઇ.ટી ની રચના કરી તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા સુચના કરવામાં આવેલ.જેથી એસ.આઇ.ટીના સભ્યો દ્વારા પોલીસ મહાનિરીક્ષકની સુચના મુજબ અલગ-અલગ ટીમ દ્વારા આરોપીની વોચ તપાસ કરાવી, ગણતરીના દિવસોમાં આ કામના 5 આરોપીઓ પકડી પાડેલ હતા અને આ કામના નાસતા-ફરતા બીજા 7 આરોપીઓને પકડી પાડેલ છે. આમ ગુન્હામાં કુલ-1ર આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. હત્યા કેસમાં જે ઝડપાયેલા આરોપીઓ છે તેમની કડક પૂછપરછ પણ પોલીસ વિભાગની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે.અત્યાર સુધીમાં ચુડા ના સમઢીયાળા ગામે થયેલી હત્યા કેસના મામલે બાર જેટલા આરોપીઓની પોલીસ વિભાગે અટકાયત કરી લીધી છે અને તમામની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે હજુ પણ જે નામો બહાર આવશે અને હત્યા કેસમાં જે લોકોની સંડવણી છે તેવા તમામ લોકોની પણ ટૂંક સમયમાં અટકાયત કરવામાં આવશે તેવું પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે હત્યા કેસ મામલે પહેલાં પાંચ આરોપી ઝડપાયા હતા અને ત્યારબાદ સાત આરોપીઓની સીટ ની ટીમ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બનેલી ઘટનામાં રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા સીટની રચના કરી અને જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ને આ મુદ્દે તપાસ સોંપવામાં આવી હતી મુખ્ય અધિકારી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત સુરેન્દ્રનગરના નાયબ પોલીસ અધિક્ષક જેબી પુરોહિત તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એસોજી પોલીસ ટીમો આ મુદ્દે તપાસમાં કામે લગાવવામાં આવી હતી અત્યાર સુધીમાં બાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે હજુ પણ હત્યા કેસમાં સંડવણી થયેલા આરોપીઓની વિગતો તપાસમાં બહાર આવશે તો તેવા આરોપીઓની પણ અટકાયત કરવામાં આવશે અને તેમની ઉપર પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું નિવેદન આ કેસના સિટના મુખ્ય અધિકારી પ્રેમસુખ ડેલું દ્વારા આપવામાં આવ્યું છે.જમીન મુદ્દે ચુડા તાલુકાના સમઢીયાળા ગામે બે સગા ભાઇઓની હત્યા કરી નાખવામાં આવી છે આ પ્રકરણમાં 4 થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે ત્યારે આવેલા લોકોના ટોળાએ આ બંને ભાઈઓની ગાડીઓ તથા અન્ય કેટલીક વસ્તુઓને પણ નુકસાન પહોંચાડ્યું છે અને હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે અત્યાર સુધીમાં પોલીસ વિભાગે 12 જેટલા આરોપીઓની અટકાયત તો કરી દીધી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ આ અંગે અને આ હત્યારાઓ કોઈ પણ ભોગે કાયદાકીય રીતે છટકી ન શકે તે માટે જામનગર થી સ્પેશિયલ કાયદા અધિકારીની ટીમો ચુડા ખાતે બોલાવી લેવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગરથી સ્પેશિયલ એફએસએલની ટીમો પણ બોલાવી લેવામાં આવી છે તાત્કાલિક પણે તમામ પ્રકારના જે રિપોર્ટ છે તે થઈ જાય અને જે હત્યારાઓ છે તેમના વિરોધમાં તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી થઈ શકે તેવા પ્રયાસો પોલીસ વિભાગની ટીમોએ હાથ ધર્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पन्ना जिले में मौसम खराब हुई ओलावृष्टि बारिश का दौर जारी
पन्ना जिले में मौसम खराब हुई ओलावृष्टि बारिश का दौर जारी
पन्ना-मध्यप्रदेश के पन्ना जिले...
Odisha Train Accident: इस शख्स ने दिया था Accident का पहला अलर्ट, फोन की लाइट में बचाई कई जान
ओडिशा के बालासोर में हुए रेल हादसे ने पूरे देश को आहत कर दिया...इस हादसे में अब तक 275 लोगों की...
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇನಲ್ಲಿ ಭೀಕರ ಅಪಘಾತ: ಮೂವರ ಸಾವು
ಬೆಂಗಳೂರು-ಮೈಸೂರು ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ ವೇನಲ್ಲಿ ಎರಡು ಕಾರುಗಳ ನಡುವೆ ಭೀಕರ ಅಪಘಾತ ಸಂಭವಿಸಿದೆ. ಮಂಡ್ಯ...