મહેસાણા શહેરમા નજીવી બાબતે યુવક પર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડવાની ઘટના સામે આવી. ઉચરપી રોડ પર શ્રીજી હોમ્સ રેસિડેન્ટ આગળ બેસેલા જયમીન વ્યાસની સાથે ભણતા ઝાલા નિકુલે બાઈક પર ઘરે મુકવા જવાની વાત કહેતા જયમીન વ્યાસે ના પાડી હતી.આ મામલે ઝાલા નિકુલે ઉશ્કેરાઈ જઇ જયમીનના બાઈક ને નુકસાન કર્યું હતું.સમગ્ર મામલે જયમીન નુકસાનના પૈસા નિકુલના ઘરે લેવા જતા તેના ભાઈ મોન્ટુએ પોતાની પાસે રહેલ તલવાર જયમીન ને મારતા તેણે ઇજાઓ થઈ હતી.સમગ્ર મામલે હાલમાં મહેસાણા એ ડિવિઝનમા બે વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
મહેસાણા શહેરમાં આવેલા સાંઈબાબા મંદિર પાસે અવધૂત રો હાઉસમાં રહેતા 18 વર્ષીય વ્યાસ જયમીન પોતાના મિત્રો સાથે ઉચરપી રોડ પર આવેલ શ્રીજી હોમ્સ રેસિડેન્ટ પાસે આવેલા પાર્લર પર બેઠો હતો.આ દરમિયાન અગાઉ તેની સાથે ભણતો ઝાલા નિકુલ ત્યાં આવી જયમીને " કહ્યું કે મને તારા બાઈક પર ઘરે મૂકી જા" આમ કહેતા બાઇકમાં પેટ્રોલ નથી તેવું જૈમીને કહેતા નિકુલ ઝાલા ઉશ્કેરાઈ જઈ બાઈક ના ટોપા પર મુક્કો મારતા નુકસાન થયું હતું.
ત્યારબાદ જૈમીને નુકસાનન પૈસા માગતા ઝાલા નિકુલ તેણે પોતાન ઘરે લઇ ગયો હતો.જ્યાં સમગ્ર નુકસાનની વાત નિકુલે પોતાન ભાઈ મોન્ટુને કરતા તે ઉશ્કેરાઈ જઇ ઘરમાંથી તલવાર લઇ આવી જૈમીન વ્યાસ ને મારવા જતા તલવાર માથાના ભાગે વાગતા ઇજા થઇ હતી.તેમજ ઝપાઝપી દરમિયાન યુવકના ગળામાં રહેલ દોરો પણ ક્યાંક પડી ગયો હતો.
સમગ્ર મામલે ઇજા પામેલા યુવકને તેના મિત્રો બાઈક પર બેસાડી સારવાર માટે લઇ ગયા હતા.હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં હુમલો કરનાર ઝાલા નિકુલ અને ઝાલા મોન્ટુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.