સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા
રિપોર્ટર-જુનેદ ઇશાક પટેલ
ફતેપુરા-દાહોદ
ફતેપુરા તાલુકામાં અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ની પ્રજા મુખ્ય રસ્તા સુધી જોડાઈ શકે તે અર્થે ધારાસભ્ય રમેશ કટારા દ્વારા ડામર રસ્તા ની માંગણી કરાઇ હતી જે રસ્તાઓ રાજ્ય સરકાર દ્વારા 6.22 કરોડ ના મંજૂર કરાયા હતા જેનું ખાતમુહૂર્ત શનિવાર ના રોજ કરાયું હતું. સાંસદ જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર સહિત તાલુકા ના જિલ્લા સભ્યો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારની પ્રજાને મુખ્ય રસ્તા થી માટે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો જે બાબત ધ્યાને રાખીને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ નવીન ડામર રસ્તાઓ મંજૂર કરવા માટે રજૂઆત કરી હતી જેને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને અંતરિયાળ વિસ્તારથી મુખ્ય માર્ગો ને જોડવા તેમજ રાજસ્થાન રાજ્યને જોડતા રસ્તા સહિત કુલ 6.22 કરોડના ખર્ચે નવ રસ્તાઓને મંજૂરી આપી હતી. જેનું શનિવારના રોજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ખાતમુરતના કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. સાંસદ જશવંતસિંહ ભાભોર ધારાસભ્ય રમેશ કટારા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાર, પ્રદેશ આદિવાસી મોરચાના ડોક્ટર અશ્વિન પારગી. જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા સભ્યો તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહામંત્રી તથા કાર્યકર્તાઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.