પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલસીબી શાખા ગોધરાની પોલીસ ટીમ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર આંતરરાજ્યોમાંથી હથિયારો સાથે આવતા તત્વોને શોધી કાઢવા માટેની જિલ્લા એલસીબી પોલીસે કવાયત હાથ ધરી છે જેમાં એલસીબી પોલીસના ઇન્સ્પેક્ટર એન.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ બાબતે કામગીરી કરી રહેલા પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસના કર્મચારી દિગપાલસિંહ દશરથસિંહને ખાનગી બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી કે હાલોલ શહેરના પાવાગઢ રોડ પર આવેલ કાળીભોય ત્રણ રસ્તા ખાતે એક ઇસમ પેન્ટના નેફામાં એક પિસ્તોલ અને બે જીવતા કારતુસ રાખી કોઈ ગ્રાહકને વેચવા સારું ઊભેલ છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસની ટીમે કાળીભોય ત્રણ રસ્તા ખાતે ખાનગી વોચ ગોઠવી બાતમીવાળા શંકાસ્પદ ઈસમ થંગમ ઉર્ફે તનગમ પેરુમલ તેવર મૂળ રહેવાસી. ઇસ્ટ સ્ટ્રીટ,શેદ્દાપટ્ટી,પેરાઈયુર,જિલ્લો મદુરાઈ રાજ્ય ચેન્નાઈ તમિલનાડુ હાલ રહે. પાવાગઢ રોડ, ગોળીબાર, આનંદ પેન્ટરના મકાનમાં હાલોલનાઓને ઝડપી પાડી તેની અંગઝડતી કરી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતુસ મળી કુલ ૫૦,૨૦૦/- રૂ. નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જેમાં પોલીસે તેની અટકાયત કરી તેની સામે તેમજ તેની સાથે જોડાયેલા સહ-આરોપી લક્ષ્મણનાથુ કુશવાહા રહે અસવાર,પ્રજાપતિ મોહલ્લો,તાલુકો લાહલ્લી,જિલ્લો ભીંડ,મધ્યપ્રદેશનાઓ સામે હાલોલ ટાઉન પોલીસ મથકે આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી છે.