અમરેલી જિલ્લાના વિજપડી ગામથી રેલવે સ્ટેશન સુધી રસ્તો બિસ્માર હાલતમાં
વિજપડી થઈ રાજુલા, જાફરાબાદ, પોર્ટ પીપાવાવ તેમજ અન્ય ગામોમાં જોડાતો રસ્તો છેલ્લા કેટલાક સમયથી એટલી હદે ખરાબ છે ન પુછો વાત.
આ રસ્તા પર કેટલાંય લોકો દરરોજ માટે આવ જાવ કરતા હોય છે. વિજપડી ગામમાં અવાર નવાર રાજકીય નેતાઓ અને અધિકારીઓ આ રસ્તા પર ચાલતા હોય પણ ક્યાંક ને ક્યાંક વિકાસ રૂંધાય રહ્યો હોય તેવું લાગે છે.
રેલવે સ્ટેશનથી વિજપડી બસ સ્ટેન્ડ સુધી રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રસ્તો તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
રિપોર્ટ દિલીપ વાઘેલા સાવરકુંડલા