સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કચોલીયા, અખિયાણા, પીપળી ગામે લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં બજાણા પોલીસ મથકના અલગ અલગ ગામોમાં મુલાકાત લઈ રજૂઆતો અને પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા.સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત દ્વારા દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક હેઠળ આવેલા અલગ અલગ ગામોમા અનુસૂચિત જાતિ સમાજના લોકો માટે લોક દરબાર યોજી અને સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં કચોલીયા ગામે, અખિયાણા ગામે તથા પીપળી ગામે અનુસૂચિત જાતી વિસ્તારમા મુલાકાત લેવામાં આવી હતી. જેમા અનુસૂચિત જાતિના લોકોને પડતી મુશ્કેલી અને તકલીફો અને તેઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીપળી ગામે અનુસૂચિત જાતિના લોકોએ પોલીસ વડાને શ્રી આંબેડકર સામુહિક ખેતી સહકારી મંડળીની જગ્યા જે લોકોને ખેડ કરી જીવન નિર્વાહ માટે આપવામાં આવી હતી. તે જમીન પર અવેધ લોકોનો કબ્જો થઈ ચૂક્યો છે. જેની પાસેથી જમીન છોડાવી અને કબ્જો સોપાવવા અલગ અલગ જમીન ધારકો દ્વારા રજૂઆતો કરાઈ હતી.સાથે બજાણા પીપળી રોડ જે બજાણા અને પીપળી ગામને જોડે છે, ત્યાં દિવસ રાત રહેણાંક વિસ્તારમાં લોકોની અવારજવર રહે છે. ત્યાં અવારનવાર બુટલેગરો અને અવેધ કામગીરીના લોકો દ્વારા વાહન પુરઝડપે ચલાવવામાં આવે છે. જે પ્રશ્ન નિવારવા રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે પીપળી ગામે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ તથા તેઓનો સમગ્ર સ્ટાફ ઉપરોક્ત ત્રણેય સ્થળોએ હાજર રહ્યો હતો. તથા લોકોને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નો અને રજૂઆતો સાંભળી પોલીસ તંત્ર દ્વારા તેઓને યોગ્ય ન્યાય અને મદદ મળી રહે તથા પ્રશ્નોનું નિરાકરણ આવે તેવો દિલાસો આપ્યો હતો.