*ભવન્સ કૉલેજ ડાકોરમાં "ભારતનો ગૌરવશાળી ઇતિહાસ" વિષય પર વ્યાખ્યાન યોજાયું.*
ભારતીય વિદ્યાભવન સંચાલિત ભવન્સ કૉલેજ-ડાકોરમાં તા- ૨૨/૦૭/૨૦૨૩ના રોજ "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત NSS અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે 'ભારતનો ગૌરવશાળી ઇતિહાસ' પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક ઇતિહાસ વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ.વસંત પટેલે ઊંડાણપૂર્વક વિદ્યાર્થીઓને વિષય અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કૉલેજના કાર્યકારી આચાર્ય ડૉ.ટી.આર. ત્રિવેદી, આર્ટ્સ વિભાગના કૉ-ઓર્ડીનેટર ડૉ.એ.કે. ચૌધરી, IQAC તેમજ નેક કૉ-ઓર્ડીનેટર ડૉ.સહજ ગાંધી તેમજ NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.કે.કે. દવે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ.આર.બી.વાઘેલાએ કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.