મણિપુર ની ઘટનાના વિરોધમા લાંબડીયા ખેરોજ વિજયનગર સજ્જડ બંધ તો ખેડબ્રહ્માશહેર મા મિશ્ર પ્રતિસાદ..
મણીપુર રાજ્યમાં આદિવાસીઓ મહિલાઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આદિવાસી સમાજમાં ભારે રોષજોવા મળી રહ્યોછે. આદિવાસી સમાજ દ્વારા અગાઉ મામલતદાર તેમજ પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો આદિવાસી સમાજ દ્વારા ગુજરાતમાં અપાયેલા બંધના પગલે આજરોજ આદિવાસી વિસ્તાર ગણાતી પૂર્વ પટ્ટી બંધના એલાનમાં અમુક અમુક ગામોમા તેની અસર જોવા મળી હતી વિજયનગર તાલુકામાં મુખ્ય વેપારી મથક સજ્જડ બંધ રહ્યો હતું તો પોશીના તાલુકોએ ખેરોજ લાંબડીયા સજ્જડ બંધ તો ખેડબ્રહ્માશહેર મા મીશ્ર પ્રતિસાદ જોવો મળ્યો હતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા 1 પી.આઈ
1 પી એસ આઇ અને 40 પોલીસ મહીલા સહિત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. વેપારીઓને આદિવાસી આગેવાનો એ દુકાનો બંધ રાખવા માટે અનુરોધ કર્યો હતો. આદિવાસી સમાજના વિવિધ સંગઠનો એ મણિપુર ની ઘટનાને વખોડી તેની નિંદા કરી હતી